Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડનાં નવા મુખ્યમંત્રી બન્યા તીરથસિંહ રાવત

Live TV

X
  • ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે તીરથસિંહ રાવતે સાંજે ચાર વાગે શપથ લીધા હતા. તીરથ સિંહ ગઢવાલ ક્ષેત્રના ભાજપના સાંસદ છે. તેઓ ઉતરાખંડના ચૌદમા મુખ્યમંત્રી બન્યા છે. રાજયપાલ બેબી રાની મૌર્યએ તેમને પદ તેમજ ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. દેહરાદુનમાં આજે સવારે ભાજપ કાર્યાલય ખાતે પક્ષના ધારાસભ્ય દળના સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં તમામ ધારાસભ્યોના અભિપ્રાય બાદ નવા મુખ્યમંત્રી તરીકે તીરથસિંહ રાવતના નામની જાહેરાત કરવામાં આવી  હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ભાજપના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ચાર વર્ષના શાસન બાદ મંગળવારે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્રિવેન્દ્રસિંહ રાવતના રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક, સાંસદ અજય ભટ્ટ, રાજ્ય મંત્રી ધનસિંહ રાવત અને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજના નામો ચર્ચામાં હતા. જો કે છેલ્લી ઘડીએ ભાજપના મોવડી મંડળ દ્વારા તીરથસિંહ રાવતના નામ ઉપર મહોર મારવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply