વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત
Live TV
-
વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહની કામગીરી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજના દિવસ દરમિયાન રાજ્યસભાની કામગીરીમાં વિપક્ષ દ્વારા સતત અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો હતો. જેના પરિણામે રાજ્યસભાની કામગીરીમાં થોડી થોડી વારે વિક્ષેપ થઈ રહ્યો હતો. પરિણામે રાજયસભાની કામગીરી બપોર સુધી અને ત્યાર બાદ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે રાજયસભામાંથી આર્બિટ્રેશન એન્ડ કંસિલિએશન (એમેન્ડમેન્ટ) બિલ પસાર કરવામાં આવ્યું હતું. મધ્યસ્થતા અને સુલેહ સંશોધન બિલ લોકસભામાં પહેલેથી જ પસાર થઈ ચૂક્યું છે. સંસદમાં વિપક્ષના વારંવાર અવરોધ અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે વિપક્ષ સકારાત્મક પરિવર્તન ઇચ્છતો જ નથી એટલે જ તેમના દ્વારા હોબાળો કરવામાં આવે છે.