પશ્ચિમ બંગાળ: મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નંદિગ્રામ વિધાનસભા બેઠક ઉપરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું
Live TV
-
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નંદિગ્રામ વિધાનસભા બેઠક ઉપરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા અગાઉ તેમણે રોડ શો કર્યો હતો તેમજ નંદીગ્રામમાં આવેલા શિવજી મંદિરમાં જળાભિષેક પણ કર્યો હતો. દરમિયાન કેન્દ્રિય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેના આદેશ કર્યા છે. હવે રાજ્યના નવા પોલીસ વડા તરીકે પી. નિરજ નયન કાર્યભાર સંભાળશે. 12 માર્ચના રોજ આ જ બેઠક પરથી મમતા બેનર્જીના પ્રતિદ્વંદ્રી તરીકે શુભેન્દુ અધિકારી બીજેપી તરફથી ઉમેદવારી પત્ર ભરશે.