કોરોના રસીકરણને લઈને પ્રધાનમંત્રીના મુખ્ય સચિવએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
Live TV
-
કોરોના રસીકરણને લઈને પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ મુખ્ય સચિવ ડો. પી. કે. મિશ્રાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દરેક રાજયોના મુખ્ય સચિવ, રસીકરણમાં જોડાયેલા અધિકારીઓ, આરોગ્ય સચિવ ઉપરાંત નીતિ આયોગના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રિય આરોગ્ય સચિવે એક દિવસમાં 20 લાખથી વધુ રસીકરણ કરાયા હોવાનું જણાવીને કહ્યું હતું કે, આ એક મોટી સિદ્ધિ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં બે કરોડ 50 લાખથી વધુ વ્યક્તિઓને રસી આપવામાં આવી ચૂકી છે અને ભારત રસીકરણની દિશામાં વૈશ્વિક સ્તર ઉપર ઘણી જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે દરેક રાજ્યોને દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળતા પૂર્વક આગળ વધારવા માટે તેમની સરાહના કરી હતી. તેમણે રાજ્યોને જણાવ્યુ હતું કે, હજુ આગામી ત્રણ મહિના માટે રોડ મેપ બનાવે. જેથી આટલી મોટી જનસંખ્યાને વધુ ઝડપથી રસી આપી શકાય. મુખ્ય સચિવ અને રાજયોના અધિકારીઓએ રસીકરણ અંગેની કાર્યવાહીની માહિતી આપી હતી અને તેમના સૂચનો પણ રજૂ કર્યા હતા.