Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

Live TV

X
  • હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

    હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે 18 જુલાઈ અને હિમાચલ પ્રદેશ માટે આજના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

    બીજી તરફ, વરસાદના કારણે આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે. રાજ્યના 17 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. સાથે જ  1 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદના લીધે આસામ અને અરુણાચલ પ્રદેશના કેટલાક હિસ્સાઓમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર વધ્યું છે. બીજી તરફ, NDRF અને SDRF અને વહીવટ તંત્રની ટીમો જાનહાનિ ન સર્જાઈ તે માટે તૈનાત છે. 

    અન્ય રાજ્યોની વાત કરીએ તો, દક્ષિણ ભારતમાં તટિય રાજ્ય ઓડિશા અને તેલંગાણામાં 19 જુલાઈ સુધી ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. આ સાથે ગુજરાતમાં પણ 18 જુલાઈથી વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply