Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડ ચારધામ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓ માટે ઈ-પાસ બુકિંગ

Live TV

X
  • ઉત્તરાખંડમાં ચાર ધામના કપાટ ખુલી ગયાં

    ઉત્તરાખંડ ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓ માટે ઈ-પાસ બુક કરાવવામાં આવી રહ્યાં છે.. અને હાલ ઈ-પાસ બનાવનારાઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.. ઉત્તરાખંડમાં ચાર ધામના કપાટ ખુલી ગયાં છે. પરંતુ કોરોના મહામારીના પગલે આ વર્ષે શ્રધ્ધાળુઓનો ધસારો નથી. હવે કોરોના પર આસ્થા ધીરેધીરે ભારે પડતી હોય તેમ લાગી રહ્યું છે.. અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઈ-પાસ બનાવી રહ્યાં છે. થર્મલ સ્ક્રિનિંગ, સેનિટાઈઝેશ કર્યા બાદ જ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે..તો મંદિરમાં અને દર્શન સમયે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે.. શ્રાવણ માસની શરૂઆત થવાની સાથે જ કેદારનાથ તેમજ ગંગોત્રીની યાત્રા માટે ઈ-પાસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને અત્યાર સુધીમાં લગભગ 14 હજાર 731 ઈ-પાસ આપવામાં આવ્યાં છે. એવી પણ આશા વ્યક્ત કરાઈ છે કે, આવનારા દિવસોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં હજુ પણ વધારો થશે અને ફરી એક વાર પહેલા જેવી રોનક જોવા મળશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply