Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં વરસાદ અને પૂરનો કહેર યથાવત, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં આજે પણ ભારે વરસાદની સંભાવના

Live TV

X
  • હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

    ઉત્તર ભારતમાં વરસાદ અને પૂરનો કહેર યથાવત છે. હવામાન વિભાગે આજે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ માટે 13 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં આજે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ગઈકાલે વરસાદમાં ઘટાડો થયો હતો પરંતુ બિયાસ અને રાવી નદીઓ ગાંડીતૂર બની છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. ચારેબાજુ તબાહીથી લોકો ભારે પ્રભાવિત થયા છે. કુલ્લુમાં સૌથી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરી હતી. જ્યાં સુધી ઉત્તરાખંડની વાત છે, તો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટ વચ્ચે ગઈકાલે અહીં ખરાબ સ્થિતિ હતી. ઉત્તરકાશીમાં વરસાદને કારણે ચાર લોકોના મોત થયા છે. હાલ રાજ્યની તમામ નદીઓની જળસપાટી વધી રહી છે. રસ્તાઓ જળબંબાકાર, પહાડોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply