કેન્સર તથા અસામાન્ય બિમારીઓની દવાઓ પર GST નહીં લગાવાય
Live TV
-
નકલી ઝરીના દોરા પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)એ કેન્સરના ઈલાજની દવાઓ, દુર્લભ બિમારીઓના ઈલાજની દવાઓ અને વિશેષ ચિકિત્સા માટે ખાદ્ય ઉપ્તાદને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં GST પરિષદની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક પછી નાણામંત્રીએ નિવેદન આપ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ, ઘોડાદોડ અને કસીનો પર 28 ટરા કર લગાવવામાં આવશે. GST પરિષદે પ્રાઈવેટ ઓપરેટરની ઉપગ્રહ પ્રક્ષેપણ સર્વિસને પણ GSTમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તળ્યા વગરના સ્નેક્સ પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નકલી ઝરીના દોરા પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
