જી 20 અંતર્ગત હરિયાણામાં અપરાધ અને સુરક્ષા અંગેની બે દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવશે
Live TV
-
જી 20 અંતર્ગત હરિયાણાના ગુરુગ્રામમાં 13 અને 14 તારીખે અપરાધ અને સુરક્ષા અંગેની બે દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે બે દિવસીય સંમેલનમાં 900 થી વધુ સહભાગીઓ, નવ વિશેષ આમંત્રિત દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ટેક્નોલોજી લીડર્સ અને દેશ અને વિશ્વભરના નિષ્ણાતો ભાગ લેશે. તેમાં નોન-ફંગિબલ ટોકન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મેટાવર્સ જેવી ઉભરતી ટેક્નોલોજીના સંદર્ભમાં સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમનો સામનો કરવાનાં પગલાં પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી દેશની સાત અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંથી સાયબર સ્વયંસેવક સ્ક્વોડને પણ શરૂઆત કરાવશે. તેઓ સમાજમાં સાયબર જાગૃતિ માટે, હાનિકારક સામગ્રીને ઓળખવા અને તેની જાણ કરવા અને સમાજને સાયબર-સુરક્ષિત બનાવવા માટે તકનીકી સહાયતા આપવા માટે કામ કરશે.
