સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
આવાસ અને શહેરી મંત્રાલયે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન શહેરી 2.0 યોજના અને તેના અમલીકરણના સ્કેલનું મૂલ્યાંકન કરવા માટે એક દિવસના વર્કશોપનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી શહેરી વિકાસ અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના મુખ્ય સચિવો, 9 મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર્સ, રાજ્યના મિશન ડિરેક્ટર્સ, સેક્ટર પાર્ટનર્સ વગેરેએ ભાગ લીધો હતો.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સ્વચ્છ ભારત મિશનના પ્રથમ તબક્કાની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું અને તેને મળેલી જબરદસ્ત સફળતાનો શ્રેય જન આંદોલનને આપ્યો હતો. તેમણે કહ્યું કે, આના લીધે લોકોના વ્યવહારમાં પણ મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ ભાર મૂકતાં જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન શહેરીનો બીજો તબક્કો સાયન્ટિફિક સોલિડ વેસ્ટ અને યુઝ્ડ વોટર મેનેજમેન્ટ દ્વારા કચરામુક્ત શહેરોના વિઝનને સાકાર કરવા માંગે છે.
