ઉપરાષ્ટ્રપતિએ આજે કોચી શિપયાર્ડ ખાતે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાત લીધી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે કોચી શિપયાર્ડ ખાતે બનાવવામાં આવી રહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાત લીધી હતી.શિપયાર્ડ અને ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિને INS વિક્રાંતની વિશેષતાઓ વિશે માહિતી આપી હતી.આ જહાજ પર લગભગ 23 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે 30 ફાઈટર જેટ અને હેલિકોપ્ટર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ આ વર્ષે ઓગસ્ટ માં ભારતીય નૌકાદળને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
