Skip to main content
Settings Settings for Dark

ઉ. ભારતના અનેક રાજ્યોમાં વરસાદ, મુંબઈમાં ભારે વરસાદની આગાહી 

Live TV

X
  • ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો અનેક નદીઓમાં અને ડેમમાં નવા નીર આવ્યા છે, તો જળાશયો પણ પાણીથી ઉભરાયાં છે. 

    ઉત્તરાખંડમાં પણ મંગળવારે દહેરાદૂન, ચમોલી, બાગેશ્વર, નૈનિતાલમાં વરસાદ વરસ્યો હતો. હજુ પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે સૂચવી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુંબઈમાં પણ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. મુંબઈના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, તો વરસાદના કારણે ટ્રેનો પણ મોડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ મુંબઈમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 

    ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે 9 અને 10 જુલાઈના રોજ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે.અરબ સાગરમાં ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાઈ શકે છે. જેનાથી કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારે મોજાઓ ઉછળી શકે છે. કેરળ, લક્ષદ્વીપમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

    શનિવાર અને રવિવારે પૂર્વ રાજસ્થાન, દક્ષિણ ગુજરાત , ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો હતો. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સતત વરસાદના કારણે ૧૪ જળાશયોમાં પાણીનું સ્તર વધી ગયું છે. નાસિકમાં ૨૪ કલાકમાં ૧૭ સેમી કરતા વધુ વરસાદ થયો છે. ગોદાવરી નદીના કાંઠેથી ૨૫૦ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.મુંબઈમાં સોમવાર સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

    મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનવ્યવહાર પર અસર પડી હતી. ઓછી વિઝિબિલિટીને કારણે ત્રણ ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી. હવામાન વિભાગના મતે પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 9 જુલાઈએ ઉત્તર પ્રદેશમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    બીજી તરફ, કોંકણ તથા ગોવાના કેટલાક હિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ તથા દિલ્હી, બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ તથા મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઓડિશા, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply