એક સપ્તાહ બાદ ફરીથી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત
Live TV
-
એક અઠવાડિયાના વિરામબાદ બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી આજથી સંસદના બીજા ગૃહમાં શરૂ થઈ હતી.
એક અઠવાડિયાના વિરામબાદ બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી આજથી સંસદના બીજા ગૃહમાં શરૂ થઈ હતી. જો કે ઘોંઘાટ અને વિક્ષેપના કારણે લોકસભાની કાર્યવાહી આજે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. 12 વાગ્યા બાદ શરૂ થયેલી લોકસભામાં વિરોધ પક્ષના વિવિધ મુદ્દે હોબાળાના પગલે દિવસભરની કાર્યવાહી સ્થગિત કરાઈ છે.
રાજ્યસભાની કાર્યવાહી પણ ઘોંઘાટ અને હોબાળાના પગલે આવતીકાલ સુધી સ્થગીત કરવામાં આવી છે. રાજ્યસભાના અધ્યક્ષે સભ્યોને ટકોર કરી હતી કે, તમે શું કરી રહ્યા છો. તમને સમગ્ર દેશ જોઈ રહ્યો છે. આ હોબાળાના કારણે કંઈ પ્રાપ્ત થવાનું નથી. અમે
બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ.