ઇરાકથી 38 ભારતીયોના અવશેષ લઇને ભારત પહોંચ્યા વી.કે.સિંહ
Live TV
-
ઇરાકમાં માર્યા ગયેલા 48 પૈકી 38 ભારતીયોના પાર્થિવ શરીરને સ્વદેશ પરત લાવવા વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંહ ઇરાક પહોંચ્યા હતા.
ઇરાકમાં માર્યા ગયેલા 40માંથી 38 ભારતીયોના પાર્થિવ શરીરને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંહ ઇરાકથી હવાઈદળના ખાસ વિમાનમાં તમામ ભારતીય યુવકોના અવશેષ લઈ તેઓ અમૃતસર પહોંચ્યા હતા. જ્યાં, મૃતક યુવકોના પરિજનોને તેમના અવશેષ સુપ્રત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન ISIS દ્વારા 48 ભારતીયોની હત્યા કરવામાં આવી હતી. ભારતીયોના પાર્થિવ શરીરને ઇરાકમાં ભારતીય દુતાવાસને સોંપવામાં આવ્યા હતા.