કેન્દ્ર સરકારે એસસી-એસટી એક્ટ પર SCમાં સમીક્ષા અરજી દાખલ કરી
Live TV
-
કેન્દ્ર સરકાર એસસી-એસટી એક્ટમાં સંશોધનને લઈને સોસમારે સુપ્રિમ કોર્ટમાં પુર્નવિચારની અપીલ દાખલ કરશે.
કેન્દ્ર સરકાર, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અધિનિયમમાં સુધારાને લઈને, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર, સુપ્રિમ કોર્ટમાં આજે પુનઃવિચાર પીટીશન દાખલ કરવામાં આવી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, સરકાર દલિતોના અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. દલિત આદિવાસીનું રક્ષણ કરવું અમારી સરકારનું પ્રાધાન્ય છે.
જો કે તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે. આ મુદ્દે આજે દલિત સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને બંધ ખતમ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, અનુસૂચિત જાતિ અને
જનજાતિ અધિનિયમમાં સુધારાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચાર પીટીશન સરકાર દાખલ કરી છે.પીટીશન દાખલ કરાઈ તે પહેલાઃ
સુપ્રિમ કોર્ટે પણ સ્વીકાર કર્યું છે કે, એસસી-એસટી એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની એક અપીલ પર સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, 'કોઈપણ લોકસેવક પર કેસ દાખલ કરતા પહેલા ડીએસપી સ્તરના પોલીસ અધિકારી દ્વારા પ્રાથમિક તપાસ થવી જોઈએ. કોઈ સરકારી અધિકારીની ધરપકડ પહેલા તેના વરિષ્ઠ અધિકારી પાસેથી મંજૂરી લેવી જરૂરી રહેશે.' ઉલ્લેખનીય છે કે એસસી-એસટી એક્ટ હેઠળ ઘણા ખોટા કેસ નોંધાયા છે. મોટાભાગે લોકોનું માનવું છે કે, કેટલાક લોકો આ કાયદાનો ઉપયોગ પોતાના ફાયદા અને બીજાને નુકશાન પહોંચડવાના ઈરાદાથી કરી રહ્યા છે અને આ રીતે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેથી જ આ મામલે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે.