ઇન્દોરમાં બિલ્ડિંગ અકસ્માત, મેજિસ્ટ્રેટે આપ્યા તપાસના આદેશ
Live TV
-
મધ્યપ્રદેશના ઇન્દોરમાં સરવત બસ સ્ટેન્ડ વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી પડવાના બનાવમાં ખુદ મેજિસ્ટ્રેટે તપાસના આદેશો આપ્યા હતા.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં શનિવારે રાત્રે ચાર માળની ઇમારત તૂટી પડી હતી. જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. તેમજ બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જયારે 11 લોકોને સુરક્ષીત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગમાં કેટલાક રેસ્ટોરા પણ ચલાવવામાં આવતા હતાં.
હાલમાં અકસ્માતમાં ઇજા થનારા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજય સરકારે આ અકસ્માતમાં મૌત થનારા લોકો માટે 2-2 લાખની સહાયની પણ જાહેરાત કરી છે.