ભારતીય નેશનલ હાઈવે ઑથોરિટીએ રચ્યો નવો રૅકોર્ડ
Live TV
-
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ એક નવો રેકોર્ડ રચ્યો છે. ભરતમાલા પ્રોજેક્ટમાં જોવા મળી ઝડપી વૃદ્ધિ.
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAIએ ગયા એક વર્ષમાં નવો વિક્રમ સ્થાપ્યો કર્યો છે. વર્ષ 2017-2018 માં NHAI એ 7,400 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણ માટે 1 લાખ 22 હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગના 150 પ્રોજેક્ટોને પણ મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે અંદાજે સરેરાશ 2,860 કિલોમીટર રાજમાર્ગ નિર્માણના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. વર્ષ 2016-2017 દરમિયાન 4,335 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. વર્ષ 2017-2018માં NHAI દ્વારા તેની સ્થાપના પછી સૌથી વધુ લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.