CBSE પેપર લીક : ખાનગી શાળાના 3 લોકોને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા
Live TV
-
સીબીએસઈ પેપર લીક કૌભાંડ મામલે દિલ્હી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલિસની ક્રાઇમ બ્રાન્ચ ટીમએ કોચિંગ સંચાલક સહિત 2 શિક્ષકોને ઝડપી પાડ્યા છે.
સીબીએસઈ ધોરણ બારનું અર્થશાસ્ત્રનું પેપર લીક થવાના કેસમાં, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ખાનગી શાળાના બે શિક્ષકો સહિત ત્રણની ધરપકડ કરી છે. કોચિંગ સેન્ટરના માલિકે પરીક્ષાના અડધો કલાક પહેલાં વોટ્સએપ પર પેપર લીક કર્યું હતું. સીબીએસઈ પેપર લીક કિસ્સામાં, દિલ્હી પોલીસ બે કેસ દાખલ કરી ચૂકી છે અને ક્રાઇમ બ્રાન્ચ 60 લોકોની ધરપકડ કરી ચૂકી છે. જે 10 વોટ્સએપ જૂથ પર પેપર લીક થયા હતા, તે ગ્રૂપના એડમિનિસ્ટ્રેટરની પણ પૂછપરછ થઈ છે.