J&K-સેનાનું સૌથી મોટુ ઑપરેશન, 13 આતંકીઓ ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ અને શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ
જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ અને શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ ..જેમાં અત્યાર સુધીમાં સેનાએ કુલ 13 આતંકીઓનો સફાયો કરી દીધો છે..જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યુ છે..જે ઈન્ડિય મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હોવાનુ ખુલ્યુ છે..કાશ્મીરમાં આ દાયકાનું અત્યાર સુધીનો સૌથી મોટું એન્કાઉન્ટર અભિયાન માનવામાં આવી રહ્યુ છએ..જેમાં એક જ દિવસમાં આટલા આતંકીઓને ઢેર કરી દેવાયા હોય..બન્ને સ્થળો પર ચાલેલી અથડામણમાં સેનાના 4 જવાનો પણ ઘાયલ થયા છે..શોપિયામાં થયેલી અથડામણમાં સ્થાનિક નાગરિકો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયુ હતુ.જેમાં 40 નાગરિકો પણ ઘવાયા હોવાના અહેવાલ છે..જે બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી..સુરક્ષાદળોને અનંતનાગ અને શોપિયામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી..જે બાદ ભારતીય આર્મી, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસ અભિયાન ચલાવ્યુ હતુ..સેનાએ શોપિયામાં ચલાવેલા ઓપરેશનમાં હિઝબુલનો કમાન્ડર ઝીનત-ઉલ-ઈસ્લામ પણ ઠાર થયો હોવાના અહેવાલ છે..જે નવેમ્બર 2015માં આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો..અને પાછલા બે વર્ષોથી 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની લીસ્ટમાં તેનું નામ સામેલ હતુ.. જોકે હજુ સેના દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી..તો અનંતનાગમાં એક આતંકીને ઠાર કરાયો હતો જેનું નામ રઉફ ખાંડે હોવાનુ ખુલ્યુ છે..જે હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હતો..જમ્મુ-કાશ્મીરના ડીજીપી શેષ પૉલ વૈદ્યએ જણાવ્યુ છે અનંતનાગના ડાયલગામેથી એક જીવતો આતંકી પકડાયો છે..જ્યારે શોપિયાના દારગડ અને કાચડોરામાં હજુ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
વીડિયો સ્ટોરી જોવા માટે ક્લીક કરો - https://bit.ly/2pU4nRc