Skip to main content
Settings Settings for Dark

એર ઈન્ડિયાને સત્તાવાર રીતે ટાટા ગ્રૂપને સોપાયું

Live TV

X
  • ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાને આજે સત્તાવાર રીતે ટાટા ગ્રુપને સોંપવામાં આવી હતી. એર ઈન્ડિયાનું સંચાલન અને નિયંત્રણ હવે સંપૂર્ણપણે ટાટા જૂથ હેઠળ રહેશે. એર ઈન્ડિયાની સાથે ટાટા જૂથને તેના બે યુનિટ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AI SATS પણ સોંપવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે, એ ખુશીની વાત છે કે એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા સફળ રહી અને નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ.
     
    આ પ્રસંગે એર ઈન્ડિયાને અભિનંદન આપતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, એર ઈન્ડિયા ટાટા સન્સને સફળતાની નવી ઉડાન આપશે. તેનાથી દેશના ઉડ્ડયન ઉદ્યોગને પણ મજબૂતી મળશે. ટાટા ગ્રૂપ દ્વારા જાહેર કરેલા એક નિવેદનમાં, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનએ જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપ એર ઈન્ડિયાને પાછું મળવાથી અત્યંત ખુશ છે. તે એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન કંપની બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

    આજે એર ઈન્ડિયા બોર્ડની અંતિમ બેઠક યોજાઈ હતી. ટાટા સમૂહ હવે નવા બોર્ડનું ગઠન કરશે.. તો, એર ઈન્ડિયા બોર્ડના કર્મચારીઓ પદ પરથી રાજીનામું આપશે. ટાટા ગ્રૂપની દેશમાં હવે 3 એરલાઈન્સ અને હવાઈ ક્ષેત્રે કુલ લગભગ 27 ટકા જેટલી ભાગીદારી થશે. ઉલ્લેખનીય છે કે, વિસ્તારામાં ટાટા ગ્રૂપ ની 51 ટકા જેટલી જયારે એર ઈન્ડિયામાં 84 ટકા ભાગીદારી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply