Skip to main content
Settings Settings for Dark

ઓમિક્રોન વેરિએન્ટ ખૂબ સંક્રામક છે, તેને હળવાશમાં ન લેવા અપીલઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

Live TV

X
  •  

    દેશભરમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો થયો છે. ત્યારે દેશના સ્વાથ્ય મંત્રાલય દ્વારા દેશમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી.ડૉ. વી. કે. પોલે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 13 હજાર કરતા વધુ કોરોનાના કેસ નોધાયા છે. દેશમાં છેલ્લા એક સપ્તાહથી સરેરાશ 8 હજાર કેસ નોંધાઈ રહ્યાં છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 82 હજાર જેટલી થઇ ગઈ છે. 26 દિવસોમાં પ્રથમવાર દેશમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા છે.  દેશમાં 7 રાજ્યના 22 જિલ્લામાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, દિલ્લી, કર્ણાટક અને ગુજરાતમાં સૌથી વધુ કેસ વધી રહ્યાં છે. જયારે દેશના 8 જિલ્લામાં કોરોના પોઝિટિવિટી દર 10% થી વધુ છે. કોરોનાનો નવો વેરિયન્ટ Omicron, હાલ વિશ્વના 121 જેટલા દેશમાં પ્રસરી ગયો છે. તો છેલ્લા એક સપ્તાહમાં વિશ્વભરમાં 10 લાખ જેટલા કેસ વધી ગયા છે. વિશ્વભરમાં 4 દેશોમાં 56% કેસ નોંધાઈ રહ્યા છે. યુકે, ફ્રાંસ, અમેરિકા અને સ્પેનમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે.  જેમાં દક્ષિણ આફ્રિકામાં 96 ટકા, ફ્રાન્સમાં 11 ટકા, UKમાં 59 ટકા, USમાં 41 ટકા કેસ Omicronના કેસ છે. ભારતમાં Omicron વાયરસ હાલ 22 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. દેશમાં Omicron વાયરસના હાલ 961 સક્રિય કેસ છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 10 રાજ્યોમાં સ્વાથ્ય વિભાગની ટીમ મોકલવામાં આવી છે. રસીકરણ મામલે વાત કરતા તેમણે જણાવ્યું કે, દેશમાં પુખ્ત વસ્તીના 90% લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. જયારે 61% લોકોએ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. તો સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન લીધાના 9 મહિના સુધી રોગ પ્રતિકારક શક્તિ રહે છે, તેવું અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ ઉપરાંત સ્વાસ્થ મંત્રાલયે Omicron વધુ ચેપી વાયરસ હોવાથી તેને હળવાશથી ન લેવા, અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply