Skip to main content
Settings Settings for Dark

કચરામુક્ત શહેરોના લિસ્ટમાં ગુજરાતનાં રાજકોટ અને સુરત સહિત દેશના 6 શહેરોને મળ્યું 5 સ્ટાર રેટિગ 

Live TV

X
  •  65 શહેરોને 3-સ્ટારનો અને 70 શહેરોને 1-સ્ટાર તરીકે સર્ટિફાઇડ કરવામાં આવ્યાં છે

     

    રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીએ જાણકારી આપી હતી કે, આકારણી વર્ષ 2019-20 માટે કુલ છ શહેરોને 5-સ્ટાર (અંબિકાપુર, રાજકોટ, સુરત, મૈસુરુ, ઇન્દોર અને નવી મુંબઈ), 65 શહેરોને 3-સ્ટારનો અને 70 શહેરોને 1-સ્ટાર તરીકે સર્ટિફાઇડ કરવામાં આવ્યાં છે. જ્યારે કચરામુક્ત શહેરોના સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે શ્રી પુરીએ એક કાર્યક્રમમાં સ્ટાર રેટિંગ ઓફ ગાર્બેજ ફ્રી સિટીઝ માટે સંશોધિત આચારસંહિતા પણ પ્રસ્તુત કરી હતી. સ્ટાર રેટિંગ પ્રોટોકોલ જાન્યુઆરી, 2018માં મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો  હતો, જેનો આશય કચરામુક્ત દરજ્જો હાંસલ કરવા શહેરો માટે એક વ્યવસ્થાને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો છે અને શહેરોને વધુને વધુ સ્વચ્છતા હાંસલ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્ર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

    મંત્રીએ મીડિયાનો સંબોધન કરતા કહ્યું હતું કે, “સ્વચ્છતા અને અસરકારક રીતે ઘન કચરાનું વ્યવસ્થાપન કરવાનું મહત્ત્વ કોવિડ-19 કટોકટીને કારણે હવે વધ્યું છે. હકીકતમાં આ કહેવામાં અતિશયોક્તિ નથી કે, છેલ્લાં પાંચ વર્ષમાં એસબીએમ-યુએ શહેરી વિસ્તારોમાં વધારે સ્વચ્છતા અને સાફસફાઈ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે અત્યારે સ્થિતિ વધારે વકરી નથી. પાંચ વર્ષ અગાઉ અમે શહેરી ભારત માટે વાર્ષિક સ્વચ્છતા સર્વે સ્વચ્છ સર્વેક્ષણ (એસએસ) પ્રસ્તુત કરી હતી, જે જ્યારે સ્વસ્થ સ્પર્ધાના જુસ્સા દ્વારા શહેરી સ્વચ્છતા સુધારવાની વાત આવે છે, ત્યારે અતિ સફળ પુરવાર થયો છે. જોકે આ રેન્કિંગ સિસ્ટમ હોવાથી આપણા કેટલાંક શહેરો ઘણી સારી કામગીરી કરતા હોવા છતાં એનું ઉચિત રીતે મૂલ્યાંકન થતું નહોતું. એટલે મંત્રાલયે કચરામુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગ પ્રોટોકોલ શરૂ કર્યો હતો – જેમાં અમારી ચકાસણીની વ્યવસ્થા સમાન વિસ્તૃત માળખું બનાવવામાં આવ્યું છે, જે દરેક શહેરના દરેક વોર્ડ માટે ઘન કચરાના વ્યવસ્થાપન (એસડબલ્યુએમ)માં 24 જુદાં જુદાં ઘટકોમાં ચોક્કસ માપદંડો હાંસલ કરવાનું જરૂરી બનાવ્યું છે અને સંપૂર્ણ હાંસલ માર્કને આધારે એને ગ્રેડિંગ આપવામાં આવે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે ઘન કચરાના નિકાલની વાત આવે, ત્યારે અમારો ઉદ્દેશ પારદર્શકતા અને સાતત્યતા લાવવાનો છે. આ પ્રમાણપત્ર શહેરી સ્વરાજ્ય સંસ્થાના સ્વચ્છતાના દરજ્જાને માન્યતા આપવાની સાથે ઘન કચરાનાં નિકાલની વ્યવસ્થાને મજબૂત કરે છે તેમજ સાથે સાથે આ પ્રમાણપત્ર વિશ્વસનિયતા અને ભરોસાનું પ્રતીક પણ છે, જેમાં સાર્વત્રિક માપદંડોનો ઉપયોગ થાય છે. ઉપરાંત સ્ટાર રેટિંગ પ્રોટોકોલ અંતર્ગત શહેરોની કામગીરી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે સ્વચ્છ સર્વેક્ષણમાં તેમના અંતિમ મૂલ્યાંકનની વાત આવે છે, ત્યારે આ નોંધપાત્ર વજન ધરાવે છે.”

    પ્રોટોકોલ નહેરો અને જળાશયોની સફાઈ, પ્લાસ્ટિકના કચરાનો નિકાલ, નિર્માણ અને તોડફોડના કચરાનો નિકાલ કરવા વગેરે જેવા ઘટોક સહિત સંપૂર્ણ રીતે તમામ બાબતોનો સમાવેશ કરે છે, જે શહેરોને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પરિબળો છે. જ્યારે એસડબલ્યુએમ પર આ આચારસંહિતા મહત્ત્વપૂર્ણ છે, ત્યારે આ માળખામાં પૂર્વનિર્ધારિત પરિભાષાના સેટ દ્વારા સાફસફાઈના લઘુતમ ધારાધોરણો હાંસલ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply