સેનાએ હુરિયત અધ્યક્ષના દીકરા અને હિજબુલ કમાન્ડર એવા જુનૈદને માર્યો ઠાર
Live TV
-
સુરક્ષાબળોએ 12 કલાકમાં બે આતંકીઓને ઠાર માર્યા છે.
શ્રીનગરમાં સોમવારે રાતના બે વાગ્યાથી સુરક્ષાદળોનું આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલી હતું. જેમાં સુરક્ષાબળોએ 12 કલાકમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. જેમાંથી એક અલગાવવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સના પ્રમુખ મોહમ્મદ અશરફ સહરાઈનો દીકરો જુનૈદ છે. , શ્રીનગરના ડાઉનટાઉનમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી સંતાયા હતા. મળતી માહિતી પ્રમાણે, 29 વર્ષનો જુનૈદ પોતાના સાથી સાથે ગઈ કાલે રાતે વધારે વસ્તીવાળા નવાકદળમાં ફસાઈ ગયો હતો. પોલીસને ટેક્નિકલ ઈન્ટેલિજન્સ દ્વારા તેની હાજરી અંગે પુરતી માહિતી મળી હતી. બે વર્ષ બાદ આવું પહેલી વખત થયું છે, જ્યારે શ્રીનગરમાં આ પ્રકારની અથડામણ થઈ છે. આ પહેલા કરન નગરમાં એક એન્કાઉન્ટર થયું હતું. સૈયદ અહમદ શાહ ગિલાની બાદ મો.અશરફ સહરાઈ હુર્રિયત પ્રમુખ બન્યા, તેનો જ દીકરો જૂનૈદ છે
