દેશમાં 1565 શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દ્વારા 20 લાખ શ્રમિકોને તેમના વતન પહોચાડવામાં આવ્યા
Live TV
-
આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ માટે 7 837, બિહાર માટે 4૨8 અને મધ્યપ્રદેશ માટે 100 થી વધુ ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના વાયરસ રોગચાળા સામેની લડતમાં ઘણાં લોકો ના જીવન ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. આ દરમિયાન 1 મે, 2020 ના રોજ, આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે ભારતીય રેલ્વેએ દેશભરના શહેરોમાં લોકડાઉન દરમિયાન ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના વતનમાં પાછા લાવવાની નોંધપાત્ર પહેલ કરી હતી.દેશભરમાથી મજૂરો લોકડાઉનના લીધે પોતાના વતન પાછા વળી રહ્યાં છે ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, 20 લાખ મજૂરોને તેમના ઘરે મજૂર વિશેષ ટ્રેન દ્વારા પહોચડવામાં આવ્યાં હતાં. આ માટે 1565 જેટલી મજૂર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ દ્વારા આપી માહિતી અને આ ઉપરાંત તેમણે આને ભારતીય રેલ્વેની અભૂતપૂર્વ સફળતા ગણાવી છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ માટે 7 837, બિહાર માટે 4૨8 અને મધ્યપ્રદેશ માટે 100 થી વધુ ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે.
જો વાત કરીયે પશ્ચિમ રેલવેની, તો 2 મે થી 16 મે 2020 સુધી પશ્ચિમ રેલ્વેએ દેશભરમાં જુદા જુદા શહેરો માટે 500 શ્રમિક વિશેષ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે, આના પરિણામે આશરે 7 લાખ પ્રવાસી શ્રમિક પોતપોતાના વતનમાં પહોંચી ગયા છે.આ વિશેષ ટ્રેનોમાં 1200 થી 1700 મુસાફરો ને સામાજિક અંતરના ધોરણોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં માં આવી રહી છે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ ટ્રેનમાં ચઢતા પહેલા મુસાફરોની યોગ્ય થર્મલ સ્ક્રિનિંગની કરવામાં આવી રહી છે, જ્યારે શ્રમિકો અને તેમના પરિવારને ટ્રેનની મુસાફરી દરમિયાન નિ: શુલ્ક ભોજન અને પેકેજ્ડ પીવાનું પાણી આપવામાં આવે છે.
