Skip to main content
Settings Settings for Dark

મુંબઈમાં બીએમસીની નવી ગાઈડલાઈન, પોઝિટિવ દર્દી મળે તો બિલ્ડિંગના બદલે જે તે ફ્લોર સીલ કરાશે

Live TV

X
  • સોસાયટી અને બિલ્ડિંગો માટે નવા નિયમો બનાવાયા, ફેરિયા કે ઘરઘાટીને સોસાયટીમાં નહીં અપાય પ્રવેશ, સ્થાનિક વેપારી સાથે સંકલન બનાવી ચીજ વસ્તુઓ મંગાવી શકાશે.

    મુંબઈમાં કોર્પોરેશને બિલ્ડિંગને સીલ મારવાની જોગવાઈમાં સુધારો કરી નવો આદેશ બહાર પાડી નિર્ણય કર્યો છે કે, હવે જે સોસાયટી કે બિલ્ડિંગમાં કોરોના પોઝિટિવ દર્દી મળશે તો આખી સોસાયટી, ફ્લેટ કે બિલ્ડિંગને સીલ કરવાની બદલે જ્યાંથી પોઝિટિવ કેસ મળ્યો છે તેટલા જ વિસ્તારને સીલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.  નવી ગાઇડલાઈનમાં કરવામાં આવેલા સુધારા મુજબ જ્યાંથી પોઝિટિવ કેસ સામે આવશે તો સૌ પ્રથમ તો તેને કોવિડ હેલ્થ સેન્ટર અથવા કોવિડ હોસ્પિટલ લઇ જવાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે તે દર્દીમાં વધુ લક્ષણો નહી જોવા મળે તો તેના ઘરે તમામ સુવિધા હશે તો ઘરમાં જ તેને સારવાર અપાશે. આ ઉપરાંત પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ઘરમાં કવોરન્ટાઈન કરવામાં આવશે જો ત્યાં ટોયલેટ અને અલગ રૂમની વ્યવસ્થા હશે તો.

    મુંબઇમાં સોસાયટીઓ માટેની એડવાઈઝરી

    * તમામે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો સિક્યુરિટીની જરૂર જણાય તો તેની પણ વ્યવસ્થા કરવી પડશે. 
    * ઘરઘાડી, ફેરિયા અને અન્ય સર્વિસ પૂરી પાડતા લોકોને પ્રવેશ અપાશે નહિ
    * સ્થાનિક ફેરિયા, મેડિકલ સ્ટોર કે વેપારીઓ સાથે સંકલન સાધીને જીવન જરૂરિયાતની વસ્તુના સપ્લાયની વ્યવસ્થા ગોઠવવાની રહેશે
    * ડૉક્ટરો નર્સ કે પેરામેડિકલ સ્ટાફ સાથે સોસાયટીના લોકોએ સન્માન જાળવી રાખવું પડશે
    * તમામ સભ્યોએ પોઝિટિવ દર્દી કે સાજા થઈને આવેલા દર્દીઓ સાથે સામાન્ય વ્યક્તિ જેવું જ વર્તન કરવું પડશે. હોમ ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોને પણ સુવિધા પહોંચાડવા મદદ કરવાની રહેશે.
    *કોઈને પણ લક્ષણો દેખાય તો બીએમસીનો 108 અથતા 1916 મારફતે સંપર્ક કરવાનો રહેશે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply