કચ્છી લેઉવા પાટીદાર સમાજનો દેશના વિકાસમાં મહત્વનો ફાળો : પીએમ
Live TV
-
નેરોબીમાં વસતા કચ્છી લેઉવા પટેલ સમાજના વેસ્ટ કોમ્પ્લેક્ષના 25 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નેરોબીના કચ્છી સમાજ દ્વારા સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી.તો સમગ્ર સંબોધન ગુજરાતી ભાષામાં આપ્યું હતું.પ્રધાનમંત્રીએ કહ્યું કે કચ્છી લેઉવા પાટીદાર સમાજનો દેશના વિકાસમાં અગ્ર ફાળો રહ્યો છે.કેન્યામાં રહીને પણ ભારતને જીવતુ રાખ્યું છે.તો કેન્યાના અર્થતંત્રને પણ કચ્છી સમાજે વેગવંતુ બનાવ્યું છે. તેમણે કચ્છી સમાજને કહ્યું કે, તેઓ ભલે દેશથી બહાર છે, પણ તેમનું દીલ તો ભારતમાં જ છે. કચ્છી સમાજમાં પ્રધાનમંત્રીના સંબોધનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.