દુનિયાની સૌથી મોટી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-2018નો પ્રારંભ
Live TV
-
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે દુનિયાની સૌથી મોટી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન - 2018ને વિધિવત ખુલ્લી મૂકી હતી. સમગ્ર દેશમાં 28 કેન્દ્રો પર આજથી બે દિવસ માટે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનું આયોજન થયું છે. હેકાથોન 36 કલાક ચાલશે, જેમાં ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઈ રહેલા આઠ હજાર વિદ્યાર્થીઓ 340 સમસ્યાનો ડિજિટલ ઉકેલ શોધવા પ્રયત્ન હાથ ધરશે અને તેમના નવીનીકરણની પ્રસ્તુતિ કરશે.
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન માટે દેશની વિવિધ સંસ્થાના એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને MCA કોર્સના એક લાખ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી આઠ હજારની પસંદગી ગ્રાન્ડ ફિનાલે માટે કરાઈ છે. હેકાથોનમાં આ વર્ષે સોફટવેરની સાથે હાર્ડવેરની સ્પર્ધા થશે. હાર્ડવેર હેકાથોનનું આયોજન જૂનમાં થશે.