39 ભારતીયોના પાર્થિવ દેહ ભારત લાવવા કવાયત તેજ, વિ.કે.સિંહ ઇરાક જશે
Live TV
-
વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહ 39 ભારતીયોના પાર્થિવ શરીર ભારત લાવવા પહેલી એપ્રિલે ઈરાક જશે. તેઓ બીજી એપ્રિલ પાર્થિવ દેહ લઈને ભારત ફરશે.
મૃત્યુ પામેલા ભારતીયોના પાર્થિવદેહને ભારતીય વાયુસેનાની મદદથી પ્રથમ અમૃતસર લાવવામાં આવશે. ત્યારબાદ પટણા અને કોલકાત્તા લઈ જવાશે. ત્રણેય સ્થળે મૃતકોના પરિજનોને પાર્થિવ દેહના અવશેષ સોંપવામાં આવશે. આ તમામ ભારતીયોને ઈસ્લામિક સ્ટેટના આંતકીઓએ મારીને દફનાવી દીધા હતા. ઘણા સમયથી ભારત સરકાર આ લોકોની શોધખોળમાં લાગી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઈરાકમાં ગુમ થયેલ ભારતીયોના માર્યા જવાની પુષ્ટી થોડા દિવસે પહેલા સંસદમાં કરી હતી.