SC-ST એક્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે પુન:વિચારની અરજી
Live TV
-
SC-ST એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે , કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પુન:વિચારની અરજી દાખલ કરશે. કેન્દ્રિય કાયદા મંત્રાલયે આ સંદર્ભે મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિપક્ષ અને ભાજપના કેટલા દલિત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં SC-ST એક્ટ પર, પુન વિચાર અંગેની અરજી કરવાનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, કાયદાનો દૂરઉપયોગ થતો હોવાના કારણે , સુપ્રીમ કોર્ટે SC-ST એક્ટના હેઠળ નોંધાતી ફરિયાદમાં , તત્કાલ ધરપકડ પર રોક લગાવી છે , તેમજ આ કાયદમાં , થોડો બદલાવ કર્યો છે. સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે , ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે.