Skip to main content
Settings Settings for Dark

કન્ટેનમેંટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન યથાવત, બાકીના વિસ્તારોમાં 8 જૂન બાદ ધાર્મિક સ્થાનો, હોટેલો અને મોલ્સ ખુલશે

Live TV

X
  • નાઈટ કરફ્યુ ચાલુ રહેશે પરંતુ આવશ્યક સેવાઓ માટે કોઈ કર્ફ્યુ લાગુ થશે નહીં

     

    સરકારે લોકડાઉન એક મહિના માટે વધાર્યું છે. અને આને અનલોક 1(UNLOCK 1) નામ આપ્યું છે સરકારે લોકડાઉન 5.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે કન્ટેનમેંટ ઝોનની બહાર તબક્કાવાર મુક્તિ આપવામાં આવશે પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ આ ઝોનમાં રહેશે. આ માર્ગદર્શિકા 1 જૂનથી 30 જૂન સુધી ચાલુ રહેશે. નોંધનીય બાબત એ છે કે આ વખતે લોકડાઉન એક મહિના સુધી વધારવામાં આવ્યું છે. 

    પ્રથમ તબક્કો - લોકડાઉનના નવા તબક્કામાં રાહત વિશે વાત કરતા, પ્રથમ તબક્કામાં 8 જૂન, 2020 થી ધાર્મિક સ્થળો અને જાહેર ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરાં અને અન્ય આતિથ્ય સેવાઓ અને શોપિંગ મોલ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

    નાઇટ કર્ફ્યુ - નાઈટ કરફ્યુ ચાલુ રહેશે પરંતુ આવશ્યક સેવાઓ માટે કોઈ કર્ફ્યુ લાગુ થશે નહીં. નાઇટ કર્ફ્યુ હવે રાતે  9 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે. 

    બીજો તબક્કો - સરકાર શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પાછળથી નિર્ણય લેશે. સ્કૂલ-કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા બાદ ખોલવામા આવશે.  તે અંગે પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરવામા આવશે. 

    ત્રીજો તબક્કો - પરિસ્થિતિનું આંકલન કર્યા બાદ ત્રીજા તબક્કામાં મંજૂરી અંગે જણાવવામા આવશે. જેમાં  મેટ્રો રેલવે, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને મોટા મેળાવડાનો સમાવેશ થાય છે. 

    કોરોના વાયરસ સામે લડવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચે પ્રથમ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેને પહેલા 3 મે અને પછી 17 મે અને પછીથી 31 મે સુધી લંબાવવામાં આવ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply