કર્ણાટક: બેંગ્લુરુના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આજથી સંપૂર્ણ લૉકડાઉન
Live TV
-
કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે કર્ણાટક સરકાર આજે રાતે 8 વાગ્યાથી બેંગ્લુરના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પૂર્ણ લોકડાઉન લાગુ કરી રહી છે. આ લૉકડાઉન 22 જુલાઈની સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.
લોકડાઉનને લઇને કર્ણાટક સરકારે નવા દિશા નિર્દેશ પણ જાહેર કર્યાં છે. લોકડાઉન વખતે રાજ્ય અને કેન્દ્ર સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નિગમોની બધી ઓફિસો બંધ રહેશે. તેમજ આ દિવસોમાં કોઇપણ નવી ઉડાન કે ટ્રેન પ્રવાસની પણ અનુમતિ નહી હોય. આ દરમિયાન પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓ પ્રવેશ પત્ર બતાવીને જઈ શકશે.
દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 9 લાખને પાર
દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા, સતત વધી રહી છે. જેથી કોરોના સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ થતાં લોકોનો રિકવરી રેટ વધીને 63 ટકા થઇ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર , અત્યાર સુધીમાં દેશમાં 5 લાખ 71 હજાર 459 લોકો, કોરોનાથી મુક્ત થઈ ચુક્યાં છે. જ્યારે હાલમાં 3 લાખ 11 હજાર 565 , સક્રીય સંક્રમિત કેસ છે. જ્યારે 23,727 લોકોના મૃત્યુ પામ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 2 લાખ 19 હજાર ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
