રાજસ્થાન સરકાર વિવાદઃ નાયબ મુખ્યમંત્રીના પદેથી સચિન પાયલટને હટાવાયા
Live TV
-
મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત વરિષ્ઠ નેતાઓ રાજભવન પહોંચ્યા છે, જ્યાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થાય તેવી શક્યતા છે.
આંતરિક વિખવાદના પગલે રાજસ્થાન સરકાર પર ઘેરાયેલા સંકટના વાદળ હજુ યથાવત છે. કોંગ્રેસ ના સચિન પાયલટને આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગણેશ ઘોઘરાને નવા યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે. ઉપરાંત રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીના પદ પરથી પણ સચિન પાયલટને હટાવવામાં આવ્યા છે.
