કોવિડ-19 પર સ્વાસ્થય મંત્રાલયની પ્રેસ, વિશ્વમાં વપરાતી વેક્સિનમાંથી 60% બને છે ભારતમાં
Live TV
-
દેશભરમાં કોવિડ-19 પર સ્વાસ્થય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. એક તરફ દેશમાં કોરોનાના કેસ 9 લાખને પાર થઈ ગયા છે, ત્યારે દેશમાં તેની સ્થિતિ અંગે સ્વાસ્થય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.
દેશભરમાં કોવિડ-19 પર સ્વાસ્થય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. એક તરફ દેશમાં કોરોનાના કેસ 9 લાખને પાર થઈ ગયા છે, ત્યારે દેશમાં તેની સ્થિતિ અંગે સ્વાસ્થય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશના 86 ટકા કેસ 10 રાજ્યોમાંથી છે. આપણે વિશ્વના એવા દેશોમાંથી છીએ, જ્યાં પ્રતિ દસ લાખ પ્રમાણે સૌથી ઓછા કેસ છે.
દેશના કુલ કેસોમાંથી 50 ટકા કેસ મહારાષ્ટ્ર અને તમિલનાડુના છે. સક્રિય કેસમાં પણ 1.8 ગણા લોકો સાજા થઈ રહ્યા છે. દેશમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે, જે સરેરાશ 63 ટકા છે. દેશમાં 20 રાજ્યો એવા છે, જેમનો રિકવરી રેટ દેશના રિકવરી રેટ કરતા પણ વધુ છે.
અમેરિકામાં વપરાતી દવાઓમાંથી 60 ટકા ભારતમાં બને છે. વિશ્વમાં વપરાતી વેક્સિનમાંથી 60 ટકા વેક્સિન પણ ભારતમાં બને છે. તેવું ICMR તરફથી જણાવાયું છે. બે ભારતીય કંપનીઓ વેક્સિન બનાવવામાં આગળ છે અને બંને કંપનીઓને માનવ પરીક્ષણ માટે પણ મંજૂરી મળી છે. વિશ્વમાં વપરાતી દેશમાં 1206 લેબમાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે. જો કે કોવિડ-19ની સ્થિતિને પહોંચી વળવા સામાજિક ભાગીદારી હોવી અનિવાર્ય હોવાનું પણ સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું હતું.
સ્વાસ્થય મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, દેશમાં સ્વાસ્થય સુવિધાઓ વધારવાની જરૂર છે અને સાથે દેશમાં ICU બેડ વધારવાની પણ જરૂર છે. હાલમાં તો સોશિયલ વેક્સિન જ એકમાત્ર વેક્સિન છે.
