કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 240 મોડલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે
Live TV
-
ટ્રાન્સજેન્ડર માટે પણ મતદાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્ણાટકમાં 10 મે 2023ના રોજ એક જ ચરણમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. 13 મેના રોજ મત ગણતરી થશે. રાજયમાં કુલ 224 બેઠકો પૈકી 173 સામાન્ય, 36 SC અને 15 ST બેઠક છે. રાજયમાં કુલ 58,282 મતદાન કેન્દ્ર છે. 240 મોડલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવશે. 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને PWD વોટરો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ટ્રાન્સજેન્ડર માટે પણ મતદાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 9 લાખ 17 હજાર નવા મતદારો સાથે કુલ 5 કરોડ 22 લાખ મતદારો નોંધાયા છે.