કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠને ઉચ્ચ વેતન પર પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ 11 જુલાઈ સુધી લંબાવી
Live TV
-
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ કર્મચારીઓ માટે ઉચ્ચ વેતન પર પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ આવતા મહિનાની 11મી તારીખ સુધી લંબાવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે કહ્યું કે લાયક પેન્શનરો અને સભ્યોને તેમની સામે આવતી કોઈપણ મુશ્કેલીઓ દૂર કરવા માટે 15 દિવસની છેલ્લી તક આપવામાં આવી રહી છે. અગાઉ, અરજીની અંતિમ તારીખ આ મહિનાની 26 તારીખ હતી અને આ દરમિયાન 16 લાખથી વધુ અરજીઓ મળી હતી. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને પણ નોકરીદાતાઓને પગારની વિગતો ઓનલાઈન સબમિટ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.
