હવામાન વિભાગે આજે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી
Live TV
-
હવામાન વિભાગે આજે ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે,દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાતના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને બાકીના હરિયાણા અને પંજાબમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં સક્રિય ચોમાસાની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
