કારગિલ વિજય દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે સમર સ્મારક પર આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસઉજવવામાં આવે છે. રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર દેશની જીતના 21 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રી સમર સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રીએ કહ્યું કે, “હું કારગિલ વિજય દિવસના અવસર પર તમામ ભારતીય નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. જે જવાનોના બલિદાનથી આપણે કારગિલ યુદ્ધ જીત્યું હતું, તે સશસ્ત્ર દળો માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેશે. ”
રાજનાથ સિંહ સિવાય રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઈક, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નજરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા અને નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહએ રાષ્ટ્રીય સમર સ્મારકમાં અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
