આસામમાં વરસાદના વિરામ બાદ પુરની સ્થિતિમાં આંશિક સુધારો
Live TV
-
આસામમાં ગઈકાલે વરસાદે વિરામ લેતા પુરની સ્થિતિમાં આંશિક સુધારો આવ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પુર પ્રકોપના કારણે 97 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં પુર પ્રકોપથી 26 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. રાજ્યના 33માંથી 27 જિલ્લા હજી પણ જળબંબાકારની સ્થિતિમાં છે. જેમાં 2 હજાર 370 જેટલાં ગામો જળમગ્ન છે. તો 394 રાહત શિબીરોમાં 41 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યાં છે. રાજ્યમાં NDRF અને SDRF દ્વારા પુરજોશમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. આ તરફ બિહારમાં પણ પુર પ્રકોપના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજ્યના અનેક જિલ્લામાં ગંડક અને કોસી નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. રાજ્યના 9 લાખ 60 હજારથી વધુ લોકો પુરના કારણે અસરગ્રસ્ત બન્યાં છે. રાષ્ટ્રીય રાજમાર્ગો અને રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે જનજીવનને માઠી અસર પડી છે. વાયુસેનાની મદદ દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન સહિતની મદદ મોકલાવમાં આવી રહી છે. તો હજી પણ હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
