કાળઝાળ ગરમી વચ્ચે રાજધાની દિલ્હી કમોસમી વરસાદ
Live TV
-
કાળઝાળ ગરમી વચ્ચે રાજધાની દિલ્હી કમોસમી વરસાદ
દેશના પૂર્વીય ક્ષેત્રોમાં કાળઝાળ ગરમીણી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગને અનુસાર, આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ બંગાળના કેટલાક ક્ષેત્રોમાં લૂ નો સામનો કરવો પડશે. તે સિવાય પૂર્વીય ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ આગામી પાંચ દિવસ સુધી મોટા ભાગના વિસ્તારોમાં સ્થાનિકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. અને ઝારખંડમાં 25 એપ્રિલના રોજ ગરમીનો પારો ઊંચકાઈ શકે છે. આ વિસ્તારોમાં તાપમાન 42 થી 46 ડીગ્રી સેલ્સિયસ રહેશે. તો બીજી તરફ પૂર્વોત્તર ભારત માટે ૨૪ એપ્રિલ સુધી વંટોળની સાથે ભારે વરસાદણી આગાહી કરવામાં આવી છે. અસમ, મેઘાલય, નાગાલેન્ડ અને મણીપુરના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી તાપમાનમાં વધારો થશે.