Skip to main content
Settings Settings for Dark

કુંભ મેળા માટે ભારતીય રેલવેની ખાસ તૈયારીઓ, 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

Live TV

X
  • કાર્યક્રમમાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા

    રેલ્વે મંત્રાલયએ કુંભ મેળા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યું છે અને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક પ્રસંગ માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાત પોસ્ટ કરી કે, કુંભ મેળા માટે રેલવે મંત્રાલયએ તૈયારીઓ કરી છે. તેણે લખ્યું "કુંભ મેળો - વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો! ભારતીય રેલ્વે કુંભ મેળા 2025 માટે ભક્તો માટે ખાસ ટ્રેન, અપગ્રેડ કરેલા ટ્રેક અને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે! 

    સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને કામ કરવામાં આવ્યું

    આ પછી સાત પોસ્ટમાં રેલવે મંત્રીએ સૌથી પહેલા મહત્વની તારીખો જણાવી. આ પછી તેમણે જણાવ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેન માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનની સંખ્યા 2019 માં 695 થી વધારીને 2025 માં 992 કરવામાં આવી છે. 2019 માં સામાન્ય ટ્રેનોની સંખ્યા 5000 હતી જે 2025 માં 6580 થઈ જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રેલવેએ અનેક રૂટ પર બીજી લાઇન નાખવાનું કામ પણ પૂર્ણ કર્યું છે અને મુસાફરોની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને કામ કરવામાં આવ્યું છે.

    રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું

    રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિશેષ ટ્રેનો ચલાવવા ઉપરાંત મંત્રાલયએ મુસાફરો માટે વિવિધ માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓના નિર્માણ અને અપગ્રેડેશન માટે રૂ. 933 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ટ્રેનની સરળ અવરજવર માટે રૂ. 3,700 કરોડના ખર્ચે રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

    કાર્યક્રમમાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા

    રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્યના બે મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને વી સોમન્નાએ 12 જાન્યુઆરીથી શરૂ થનારી ઈવેન્ટ દરમિયાન ભક્તોની વિશાળ ભીડને સંભાળવા માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા શનિવારે બેઠક યોજી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજના આ કાર્યક્રમમાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા છે. તેથી રેલ્વે મંત્રાલયે પ્રયાગરાજ માટે વિવિધ શહેરોમાંથી 6,580 નિયમિત ટ્રેનો ઉપરાંત 992 વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply