Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી સીતારમણે ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, વેપાર અને રોકાણ સહિતના મુદ્દે સહકાર સાધવાને લઈ થઈ સમજૂતી

Live TV

X
  • કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે, બુધવારે અહીં ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય નાણાપ્રધાને, મિર્જિયોયેવને નાયબ વડા પ્રધાન અને વેપાર, રોકાણ અને ઉદ્યોગ પ્રધાન સાથે સહકાર વધારવા માટે યોજાયેલી ખૂબ જ ઉપયોગી બેઠક વિશે માહિતી આપી હતી.

    નાણા મંત્રાલયે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાણામંત્રીએ સમરકંદમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (એઆઈઆઈબી) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકની બાજુમાં ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં તેમણે સૂચવ્યું કે, ભારત અને ઉજબેકિસ્તાન વચ્ચે પ્રવાસન સતત વધી રહ્યું છે. તેથી, ફિનટેક અને ક્રોસ બોર્ડર રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમમાં સહકાર પર દ્વિપક્ષીય ચર્ચાઓથી બંને દેશોના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને વ્યવસાયોને ફાયદો થશે.

    મંત્રાલયના જણાવ્યા અનુસાર, સીતારમણે બેઠક દરમિયાન તેમને માહિતી આપી હતી કે, ભારત ટકાઉ વિકાસ તરફ ઉજબેકિસ્તાનના પ્રયાસોની પ્રશંસા કરે છે. આ ઉપરાંત બંને દેશો ગ્રીન ટેક્નોલોજી અને ક્લાઈમેટ એક્શન પહેલ પર સહકારની રીતો શોધી શકે છે. દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત કરવાની ભારતની ક્ષમતાને સ્વીકારતા, રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવ એ, સહકારના પરંપરાગત ક્ષેત્રોને મજબૂત કરવા તેમજ ડિજિટલ ટેક્નોલોજી અને રિન્યુએબલ એનર્જી જેવા નવા ક્ષેત્રોમાં સહકાર આપવાની દરખાસ્તોની પ્રશંસા કરી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ મિર્જિયોયેવ ને, હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે ઓગસ્ટ 2024માં યોજાનારી ત્રીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં ભાગ લેવા બદલ ઉજબેકિસ્તાનનો આભાર માન્યો હતો. બેઠક દરમિયાન, ઉજબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મિર્જિયોયેવે કહ્યું કે, ભારત અને ઉજબેકિસ્તાન વચ્ચે ગાઢ ઐતિહાસિક સંબંધો છે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમના સમર્થનની ખાતરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply