કુખ્યાત આરોપી વિકાસ દૂબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ
Live TV
-
8 પોલીસ કર્મચારીઓની હત્યા મામલાનો મુખ્ય સૂત્રધાર છે વિકાસ દૂબે
ઉત્તરપ્રદેશના કાનપુરના બિકરૂ ગામમાં 8 પોલીસની નિર્દયતાથી હત્યા કરીને નાસતા ફરતા કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાંથી વિકાસ દૂબેની ધરપકડ કરી છે.. બિકરૂમાં શુટઆઉટ બાદ 2 જૂલાઈથી વિકાસ દુબે પોલીસથી નાસતો ફરતો હતો.. ત્યારે આજે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.. મહત્વપૂર્ણ છે કે, આજે પોલીસ સાથેની અથડામણમાં વિકાસ દૂબેના વધુ 2 સાગરીત પણ ઠાર થયાં છે.. પોલીસ પ્રશાસન દ્વારા વિકાસ દૂબે પર પાંચ લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વિકાસ દૂબે સામે 60થી વધુ કેસ દાખલ થયેલા છે.
કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેના સાથી પ્રભાત મિશ્રાને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે.તો બીજી બાજુ વિકાસ દુબે ગેંગના બઉઆ દુબે ઉર્ફે પ્રવીણનું પોલીસે ઈટાવામાં એન્કાઉન્ટર કરી દીધું. બંને બદમાશો 2 જુલાઈએ કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યામાં સામેલ હતા.
