Skip to main content
Settings Settings for Dark

કાશીનો સેવાભાવ નોંધપાત્ર - પ્રધાનમંત્રી

Live TV

X
  • હું દરેક સાથે વાત કરી શક્યો નથી પરંતુ દરેકના કામને સલામ કરું છું. હું ફક્ત માહિતી જ નહીં પરંતુ પ્રેરણા લઈ રહ્યો છું: PM

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીમાં બિનસરકારી સંસ્થાના પ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. જેમાં કોરોના વાઈરસના સંકટના પગલે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન તેઓ દ્વારા કરાયેલ ખાદ્યાને- વિતરણ તેમજ અન્ય સહાય સંબંધીત પ્રયાસો સહિત તેમના અનુભવો વિષે ચર્ચા કરી હતી.. લોકડાઉન સહિત કોરોના કાળની સ્થિતિ વચ્ચે જિલ્લા તંત્રની મદદથી ચલાવવામાં આવેલા રાહત કાર્યો દરમિયાન સેવાભાવી સંસ્થાઓએ જે કાળજી રાખીને જરૂરિયાત મંદ અને ગરીબોને યોગ્ય સમય પર ભોજન સહિતની સેવાઓ પુરી પાડી તે સેવા કાર્યબદલ તેમની પ્રશંસા પણ કરી હતી... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિન સરકારી સંસ્થાઓનાં સંચાલકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દરેક સ્તર પર લોકોએ ગરીબોની મદદ માટે તેમની ક્ષમતા અનુસાર કાર્ય કર્યું છે માટે તેઓ પ્રશંસાને પાત્ર છે.... પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કોરોના કાળના સંકટમાં ગરીબોની સેવા કરવા માટે તેમની સરકારને જે સૌભાગ્ય મળ્યું છે પ્રેરણાદાયી છે.. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભગવાન શિવની નગરી કાશીએ કોરોના સંકટની સ્થિતિમાં હિંમતપૂર્વક સામનો કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply