કેન્દ્રએ દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત આવાગમન વ્યવસ્થા રદ કરી
Live TV
-
ગૃહ મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે તેમના મંત્રાલયે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમારની સરહદે આવેલા ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમેન્ટ રેજીમ, એફએમઆરને રદ કરવાનો નિર્ણય લીધો છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, અમિત શાહે ઉમેર્યું હતું કે વિદેશ મંત્રાલય હાલમાં તેને રદ કરવાની પ્રક્રિયામાં હોવાથી, ગૃહ મંત્રાલયે FMR ને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની સરહદોને સુરક્ષિત કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે.