રાજ્યસભામાં 56 સાંસદોની વિદાય પર પ્રધાનમંત્રીનું સંબોધન, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહની ભરપૂર પ્રશંસા કરી
Live TV
-
‘આટલા લાંબા સમય સુધી માર્ગદર્શન આપ્યું છે, તે માટે ડૉ.મનમોહન સિંહને હંમેશા યાદ કરવામાં આવશે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાય પર સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહની ભરપૂર પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ‘જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે મનમોહનસિંહનું નામ હંમેશા યાદ કરવામાં આવશે. તેમનું યોગદાન ખૂબ જ મોટું છે. જે રીતે દેશને આટલા લાંબા સમય સુધી માર્ગદર્શન આપ્યું છે, તે માટે ડૉ.મનમોહન સિંહને હંમેશા યાદ કરવામાં આવશે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના બ્લેક પેપર પર કટાક્ષ કરતા કહ્યું કે, આજે દેશ સમૃદ્ધિની નવી-નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. એક ભવ્ય-દિવ્ય વાતાવરણ સર્જાયું છે અને તેણે નજન ન લાગી જાય તે માટે આજે કાળું તિલક લગાવવાનો પ્રયાસ કરાયો છે. આ તરફ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેઓ સરકાર સામે બ્લેક પૅપર લાવવા જઈ રહ્યા છે. તેમણે સરકાર પર પોતાની નિષ્ફળતાઓ છૂપાવવાનો આક્ષેપ કર્યો.