Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રનો કેગને પશ્ચિમ બંગાળમાં પીએમ પોષણ યોજનાના અમલીકરણનું વિશેષ ઓડિટ કરવા આદેશ

Live TV

X
  • યુનિયન એજ્યુકેશન મિનિસ્ટ્રીએ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)ને પશ્ચિમ બંગાળમાં પીએમ પોષણ યોજનાના અમલીકરણનું વિશેષ ઓડિટ કરવા જણાવ્યું છે. મંત્રાલયે કહ્યું કે, તેને પીએમ પોષણ યોજના હેઠળ પશ્ચિમ બંગાળમાં નાણાં ભંડોળના કથિત દુરુપયોગ અંગેના અહેવાલો મળ્યા છે.

    શિક્ષણ મંત્રાલયે કેગને પશ્ચિમ બંગાળમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં પીએમ પોષણ યોજનાના અમલીકરણના ઓડિટ માટે વિનંતી કરી છે. આ ઓડિટમાં અનુપાલન, કામગીરી અને નાણાકીય ઓડિટનો સમાવેશ થશે. મંત્રાલયે કહ્યું કે, કેગના ઓડિટ રિપોર્ટના આધારે વિભાગ દ્વારા જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

    શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ PM પોષણ યોજનાનું સંચાલન કરે છે, જેના દ્વારા રાજ્યોને ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તેમના તરફથી વર્ગ 1 થી 8 ના બાળકોને ગરમ રાંધેલું ભોજન માટે મળેલી દરખાસ્તોના આધારે રાજ્યોને ભંડોળ આપવામાં આવે છે. આ યોજના થકી દેશના સરકારી અને સરકારી સહાયક શાળાઓમાં અભ્યાસ કરતાં લગભગ 11 કરોડ 80 લાખ બાળકોને PM પોષણ યોજનાનો લાભ મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply