Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીયમંત્રી અમિત શાહે વર્ષ 2023-24 માટે SDRF હેઠળ હિમાચલ પ્રદેશને 180 કરોડ રૂપિયાથી વધુનો બીજો હપ્તો છૂટો કરવાની આપી મંજૂરી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2023-24 માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ હિમાચલ પ્રદેશને 180 કરોડ રૂપિયાથી વધુનો બીજો હપ્તો છૂટો કરવાની મંજૂરી આપી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2023-24 માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) હેઠળ હિમાચલ પ્રદેશને 180 કરોડ રૂપિયાથી વધુનો બીજો હપ્તો છૂટો કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે રાહત પગલાં માટે હિમાચલ પ્રદેશને SDRF તરફથી 180 કરોડ રૂપિયાના કેન્દ્રીય હિસ્સાનો પ્રથમ હપ્તો પહેલેથી જ છૂટો કરી દીધો છે.

    એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ભંડોળથી રાજ્ય સરકારને વર્તમાન ચોમાસા દરમિયાન અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાં લેવામાં મદદ મળશે. હિમાચલ પ્રદેશમાં તાજેતરના અચાનક પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તમામ જરૂરી લોજિસ્ટિક અને નાણાકીય સહાય પૂરી પાડી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ કામગીરી માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 11 ટીમો તેમજ બચાવ બોટ અને અન્ય જરૂરી સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply