દિલ્હીના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અભિયાન યથાવત, ઉપરાજ્યપાલે કર્યું રાહત અભિયાનનું નિરીક્ષણ
Live TV
-
દિલ્હીના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અભિયાન યથાવત, ઉપરાજ્યપાલે જાત મુલાકાત લઈ કર્યું રાહત અભિયાનનું નિરીક્ષણ
રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ અને યમુના નદીના વધતા જળસ્તરના કારણે દિલ્હીમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. હાલમાં યમુનાના પાણીની સપાટી ભલે ઘટી હોય, પરંતુ દિલ્હી પરનું સંકટ હજી ટળ્યું નથી. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. સ્થિતીનો સામનો કરવા ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ વિવિધ સ્થાનોની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં પુરના સંકટનો સામનો કરવા સેના,એનડીઆરએફ, જળ બોર્ડ, સિંચાઇ વિભાગ સહિતના વિભાગો કામે લાગ્યા છે. હવામાન વિભાગે આજે દિલ્હી માટે યલો એલર્ટ જારી કર્યું છે.
