Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાએ વિશ્વની પ્રથમ નેઝલ વેક્સિન રસી લોન્ચ કરી

Live TV

X
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે વિશ્વની પ્રથમ નેઝલ વેક્સિન એટલે કે નાક દ્વારા લેવાતી રસી લોન્ચ કરી છે.   આ રસી  ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે બાયોટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સના સહયોગથી વિકસાવવામાં આવી છે. ડૉ. માંડવિયાએ કહ્યું કે વિશ્વમાં સપ્લાય કરવામાં આવતી 65 ટકાથી વધુ રસી ભારતમાં જ બનાવવામાં આવે છે. BBIL ટીમ અને બાયોટેક વિભાગને અભિનંદન આપતાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેઝલ કોવિડ19 રસી બનાવી ને તેમણે ભારતનાં આત્મનિર્ભર લક્ષ્યને સાકાર કર્યું છે. 

    ડૉ. માંડવિયાએ વધુમાં ઉમેર્યું કે ભારતના રસી ઉત્પાદન અને નવીનતાની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે, કારણકે  ભારતે ગુણવત્તાયુક્ત અને સસ્તી દવાઓના ઉત્પાદનમાં અલગ ઓળખ બનાવી છે. મંત્રાલયે જણાવ્યું કે, આ રસીનો ઉપયોગ તે ખાનગી હોસ્પિટલોમાં શરૂ થવાની સંભવના છે. જેમણે અગાઉથી ઓર્ડર આપ્યો છે તેમને ટુક સમયમાં જ વેક્સિન આપવાની કામગીરી શરુ કરવામાં આવશે.  સાથો સાથ રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે આ નેઝલ રસીની કિંમત 325 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply