વિદેશમાં ભારતીય દૂતાવાસ પર 74માં ગણતંત્ર દિવસની હોંશભેર કરાઈ ઉજવણી
Live TV
-
વિદેશોમાં પણ ભારતનાં 74માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. માલદિવ, શ્રીલંકા, નેપાળ સહિત, અનેક દેશમાં ભારતીય દૂતાવાસ પર, ભારતનાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. માલદિવમાં ભારતીય દૂતાવાસ પર તિરંગાને લહેરાવી, સલામી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયનાં લોકો, મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રીલંકામાં પણ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી માટે, પરેડ કરવામાં આવી હતી. શ્રીલંકા સંસદનાં અધ્યક્ષે, ભારતને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી, તો ભારતીય દૂતાવાસ પર ભારતનાં સ્વાતંત્ર્ય સેનાનીઓને આજના દિવસે, યાદ કરવામાં આવ્યા હતા. કોલંબોમાં ભારતીય સમુદાયનાં લોકોએ, સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા, ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. બાંગ્લાદેશમાં પણ ભારતીય દૂતાવાસ પર, તિરંગો લહેરાવી, ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. તો સાઉદી અરેબિયાના દમામ શહેરમાં આવેલી, ભારતીય સ્કૂલમાં ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 10 રાજ્યોની ઝાંખી, તેમજ ગરબા સહિત, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.
